વડોદરા શહેર માં વધુ એક વખત રફતાર નો કહેર વર્તાયો છે.વાસણા રોડ નીલાંબર સર્કલ નજીક ઓવર સ્પીડ ના કારણે વધુ એક અકસ્માત ની ઘટન પ્રકાશમાં આવી છે.એક ફોર વ્હીલર કાર પુરફાટ ઝડપે આવી હતી અને ધડાકાભેર અથડાઈ હતી.આ કાર ડીવાઈડર સાથે ભટકાતા મોટી જાનહાનિ ટળી હતી.અકસ્માત ના પગલે લોકટોળા એકઠા થઈ ગયા હતા.