વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવના કાર્યકાળ દરમિયાન નિર્ણયો અને વિવાદોના કારણે અનેક આંદોલનો થયા અલ્પલાયકાતના આરોપો સાથે તેમની નિમણૂક સામે પ્રોફેસર સતીશ પાઠકે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની દાખલ કરી હતી.ત્યારે હિયરિંગની તારીખે સતીશ પાઠકે પીઆઈએલ પાછી ખેંચી લીધી છે.જોકે આની પાછળ રાજનૈતિક દબાણ હોઈ શકે છે કે કેમ તેવા સવાલો ઉઠ્યા છે.