બાલવા ચોકડી નજીક આવેલ હોટલ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. બાલવા ચોકડી પાસે રહેતા રામબરન ગેંદાલાલ કુશવાહનો દીકરો શિશુપાલ કુશવાહ બાઇક લઈને ગાંધીનગર ગયો હતો. જે બાદ ઘરે પરત આવતા સમયે બલવાસ ચોકડી પાસે હોટલ નજીક એકાએક કૂતરું વચ્ચે આવી જતા અકસ્માત થયો હતો. જેમાં શિશુપાલને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું.