સુરતના ઉધના વિસ્તારમાં રહેતા 13 વર્ષીય વિદ્યાર્થી અંશકુમાર શાહનું બે દિવસથી તાવ અને ઉલટીની તકલીફ બાદ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થતા તેના પરિવારમાં શોક છવાયો છે. અંશકુમાર ધોરણ 7માં અભ્યાસ કરતો હતો.ઉધનાના દાઉદ નગરમાં રહેતા અને મૂળ બિહારના વતની દિનેશ શાહ કાપડ માર્કેટમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. દિનેશભાઈ, તેમના પત્ની, એક પુત્રી અને પુત્ર અંશકુમાર સાથે અહીં રહેતા હતા.