વડોદરા શહેરના કમાટીબાગમાં પાથરણા વાળાએ રોડ પર સૂઈ જઈ ભારે તમાશો કર્યો હતો.પાલિકાની ટીમ જ્યારે દબાણો હટાવવા પહોંચી હતી ત્યારે પાલિકાની ટીમ સામે જ આ ઈસમે તમાશો કર્યો હતો.દબાણ શાખાની ટીમને જોઈ પાથરણાવાળો રોડની વચ્ચો વચ સૂઈ ગયો હતો.તેને કમાટીબાગના ગેટ પાસે પાથરણાનું દબાણ કર્યું હતું.પાલિકાએ વિરોધની વચ્ચે પણ દબાણ દૂર કર્યું હતું. અને રોડ પર સૂઈને તમાશો કરનાર પાથરણાવાળાને રોડ પરથી ઉભો કર્યો હતો.