આજરોજ સાંજે સાત વાગ્યે મળતી માહિતી પ્રમાણે કાલોલ શહેરનો એક પરિવાર પોતાની કાર લઈને રાજસ્થાન રણુજા ખાતે દર્શન માટે જઈ રહ્યાં હતાં ત્યારે હાલોલ શામળાજી હાઈવે રોડ ઉપર ઠેર ઠેર ખાડાઓ પડેલાં છે.જે રોડ ઉપર શહેરા નજીક રોડ પરના ખાડાઓને કારણે અકસ્માત સર્જાતા કારના બે ટાયર ફાટી ગયાં હતા અને ભારે નુકશાન પહોંચ્યું હતું.જેને લઈ હાઇવે ઓથોરિટી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.