આજે 2 વાગે પાણીની આવક વધી જતાઅઅં ધરોઈ ડેમથી 8 ગેટ 7.55 ફુટ ખોલી 79540 ક્યૂસેક પાણી નદીમાં છોડાતા સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. 51760 ક્યૂસેકની આવક નોંધાય રહી છે તો ડેમ 617.58 ફુટે પહોંચી ગયો છે. હજું પણ આવક વધવાની શક્યતા હોય નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડાય શકે છે. સાવધાન રહેવા એલર્ટ આપી દેવાયું છે.