નવસારી તાલુકાના નસીલપોર ગામમાં રાત્રે એક વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો. ગામના ખેતર વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી દીપડાના આટાફેરા જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક પગલા લઈને પાંજરું ગોઠવ્યું હતું. રાત્રે લગભગ 11 વાગ્યાના સમયે દીપડો પાંજરામાં પુરાઈ જતા વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી તેને કબજે લીધો અને આગળની કાર્યવાહી શરૂ કરી. આ ઘટના બાદ ગામમાં રાહતનો માહોલ જોવા મળ્યો.