વાવ તાલુકાના ટડાવ ગામના રાઠોડ પરિવારના ખેડૂત પુત્રોએ માનવતા અને ક્ષત્રિય પરંપરાનું અનોખું ઉદાહરણ પૂરું પાડયું છે. ટડાવ ગામના સ્વ. રાઠોડ રાજાજી રાસેંગજીના પુત્રો રાઠોડ ભુરાજી રાજાજી તથા રાઠોડ પ્રવીણભાઈ રાજાજીએ પોતાની ૨.૫૦ એકર જમીન ટડાવ-ચોટીલ રોડ પર કાર્યરત સરકારી હોસ્પિટલ માટે નિસ્વાર્થ ભાવથી દાનરૂપે સાત વર્ષ પહેલા સમર્પિત કરી દીધી હતી જેનું ખાતમુર્હુત કરાયું.