સુરત મહાનગરપાલિકાના કમિશનરના પી.એ.ની તરીકે ફરજ બજાવવા માટેની લાયકાતમાં સુધારો કરવામાં આવ્યો છે. નવી લાયકાત મુજબ સ્નાતક તેમજ સ્ટેનોગ્રાફરની લાયકાત પ્રાપ્ત કર્યા બાદ સુરત મહાનગરપાલિકાની નોકરીમાં આઠ વર્ષનો અનુભવ રાખવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે.સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં કમિશનરના પીએ માટેની નવી લાયકાત માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીની વ્યવસ્થા મુજબ પાલિકાના કર્મચારીઓને સીધી ભરતી આપવામાં આવતી હતી.