વરાછા પોલીસે ઓટો રીક્ષામાં પેસેન્જરોને બેસાડી ચપ્પુની અણીએ લૂટ ચલાવતા બે શખ્સો ની ધરપકડ કરવામાં આવી છે.ડીસીપી આલોક કુમારે આપેલી માહિતી મુજબ,વરાછા ઉમિયાધામ સર્કલ થી હીરાબાગ સર્કલ જવા માટે ઓટો રિક્ષામાં બેઠેલા મોહિત દસલાણીયા પાસેથી દસમી સપ્ટેમ્બરના ચાર શખ્સોએ રોકડા રૂપિયા 30 હજારની લૂંટ ચલાવી હતી.જે શખ્સો કુબેર નગર ખાતેથી પસાર થવાના છે,તે માહિતીના આધારે અરબાઝખાન પઠાણ અને મુસ્તુફાખાન પઠાણ ની ધરપકડ કરી હતી.