વડોદરા : મેઘરાજા શહેરમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી ત્યારે શહેરના બાજવા ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.જોકે વરસાદ બંધ થયા બાદ સતત બીજા દિવસે પણ પાણી ઓસર્યા નથી.ઘરોમાં પાણી પ્રવેશી ગયા છે.જેના કારણે લોકોને નુકસાની થવા પામી છે.લોકોએ આક્ષેપ કર્યા હતા કે વરસાદ બંધ થયો છતાં પાણી આવી રહ્યું છે.GSFC સહિતની આસપાસની કંપનીઓ દ્વારા પાણી છોડવામાં આવતા આજે આ પરિસ્થિતિ સર્જાઈ છે.દરવર્ષે ચોમાસામાં આ સમસ્યા સર્જાય છે.પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી.