અમદાવાદ હવે ગાંજાનું હબ બની ગયું હોય તેમ અવારનવાર ફોરેનથી આવેલો હાઈબ્રિડ ગાંજો ઝડપાઈ રહ્યો છે. હવે ફરી એકવાર ફોરેનથી પોસ્ટ મારફતે ચોકલેટ બિસ્કિટની આડમાં 52 લાખ 58 હજારની કિંમતનો 525 ગ્રામ ગાંજો આવ્યો હતો. જેને અમદાવાદ SOG ક્રાઈમ કબ્જે કર્યો છે.આ અંગે વિદેશથી ગાંજો મોકલનાર અને અમદાવાદમાં ગાંજો મંગાવનાર બંને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોધી તપાસ કરવામાં આવી રહી છે.