2010માં સેક્ટર-7 પોલીસ મથકે નોંધાયેલા ફરિયાદ મુજબ સગીરાને અનોડિયાનો વિનોદસિંહ રાણસિંહ રાઠોડ અપહરણ કરી લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. જે બાદ એસઓજી પોલીસે આરોપીની માહિતી મેળવી હતી. જેમાં આરોપી ભરુચના ચિકલોટા ગામમાં પંચવટી ફાર્મમાં 12 વર્ષથી પોતાનું નામ બદલી ફાર્મ હાઉસમાં મજૂરીકામ કરતો હોવાની માહિતી મળી હતી.