આજે તારીખ 08/09/2025 સોમવારના રોજ બપોરે 2 કલાકે પાલિકા ખાતેથી સબ રજીસ્ટાર રવિન્દ્ર સિંહ રાઠોડ દ્વારા અપાઈ માહિતી.લોનના રૂપિયા માફ થઈ જશે તેવી આશાએ પુત્રએ પિતાનો મરણનો દાખલો બનાવ્યો.પોતાના જ પિતાની મરણની ખોટી માહિતી આપી નોંધણી કરાવનાર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ.દેવગઢ બારીઆ ધાનપુર રોડના રહીવાસી નરેશભાઈ રાયસિંગભાઈ બારીઆ દ્વારા પોતાના પિતાનું કુદરતી મૃત્યુ થઇ ગયું છે તેવી ખોટી માહિતી આપી મરણનું ખોટું પ્રમાણપત્ર મેળવયુ હતું.