આગામી ઈદે મિલાદ અને ગણેશ વિસાર્જનના તહેવારો સંદર્ભે આજરોજ તા. 31/08/2025, રવિવારે સાંજે 5 વાગે ધોળકા તાલુકા સેવા સદન ખાતે મિટિંગ હોલમાં ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ જે. ડી. ડાંગરવાલાનાં અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મિટિંગ મળી હતી. જેમાં જુલુસ કમિટીના સભ્યો અને ગણપતિ મંડળોનાં આયોજકો તથા શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં આ બન્ને પર્વોની ઉજવણી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.