મહિધરપુરા ગોલવાડ વિસ્તારમાં પોલીસ દ્વારા ગુરૂવારના રોજ બપોરના ત્રણ વાગ્યાના સમય દરમિયાન સઘન ચેકીંગ અને ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.મહિધરપુરા પોલીસ મથકના પીઆઇ નિલેશ બ્રહ્મભટ્ટ અને તેમની સંપૂર્ણ ટીમ દ્વારા નવાપુરા ગોલવાડ સહિતની શેરી વિસ્તારમાં સમઘન ફૂટ પેટ્રોલિંગ અને કેટલાક ઘરોમાં સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પ્રોહીબિશન તેમજ અસામાજિક પ્રવૃતિને ડામવા પોલીસનો આ એક પ્રયાસ હતો.જ્યાં ડ્રોન કેમેરા દ્વારા નિરીક્ષણ કરાયું હતું.