વડોદરા : દશ દિવાસનું ભક્તોને ત્યાં આતિથ્ય માણ્યા બાદ શ્રીજીની પ્રતિમાનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું.ત્યારે,શહેરના ફતેપુરા પૌંઆવાલાના શ્રીજીના વિસર્જન યાત્રા નીકળી જેમાં તાજિયા કમિટીના પ્રમુખ ઝાહિદ બાપુ જોડાયા પૌવાવાળાની ગલીના આયોજકોનું સાલ ઓઢાવી સ્વાગત કર્યું અને ત્યાર બાદ શ્રીજીની મૂર્તિની ટ્રોલી ખેંચી હિન્દુ મુસ્લિમ એકતાના વાતવરણ વચ્ચે શ્રીજીની વિસર્જન યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું અને કોમી એકતાની મિશાલ પૂરી પાડવામા આવી હતી.