વડોદરા : મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ શાખામાં સાધન ખરીદીમાં મસ્ત મોટું કૌભાંડ થોડા સમય પહેલા બહાર આવ્યું હતું.આ કૌભાંડમાં સામાન્ય ખરીદીને પાંચ ગણી કિંમતો પર ચુકવણી કરવામાં આવી હતી.ત્યારે કોંગ્રેસ દ્વારા ફાયરબ્રિગેડ ખરીદી ભ્રષ્ટાચાર મામલે અનોખી રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.પોસ્ટ કાર્ડ લખી વડાપ્રધાન અને મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યા હતા.સાથે સ્થાયી સમિતિના સભ્યોને બરખાસ્ત કરવાની માંગણી પણ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી.