કાળા કાચ લગાવનાર 68 અને નંબર પ્લેટ વિનાના 105 કારચાલકો ઝપટે શહેર પોલીસની ઝુંબેશમાં પ્રથમ દિવસે જ 173 વિરૂદ્ધ કાર્યવાહી કરી 86,500નો દંડ વસુલ કરતી ટ્રાફિક શાખા શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂૂ કરી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બ્લેક ફિલ્મ લગાવેલી કારો અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે 15 દિવસ સુધી વિશેષ ડ્રાઈવ યોજવા કરેલા હુકમ