સરીગાની એક કંપનીના સંચાલક પંકજ કમલાશંકર રાયે હૈદરાબાદની કિયાન ટેકનોલોજીના ઓથોરાઈઝ્ડ પ્રતિનિધી સૂરજ આચાર્યનો સંપર્ક કરી ચીનથી મશીન ખરીદવા ક્વોટેશન મંગાવ્યું હતું. તેમને રૂ.13,86,500નું ક્વોટેશન આપાયું જેમાં મશીનના રૂ.11,75,000 તથા જીએસટી પેટે રૂ.2,11,000નો સમાવેશ થતો હતો.