શિક્ષક દિવસના અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શાળાઓમાં ખાસ કરીને વિશેષ કામગીરી કરતા વિવિધ જિલ્લાના શિક્ષકો સાથે પ્રેરણાત્મક સંવાદ કર્યો હતો. શિક્ષકોનું મુખ્યમંત્રીશ્રી એ સન્માન કર્યું હતું. જેમાં છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળાના બે શિક્ષકોને તક મળી હતી. જિલ્લા કલેકટર ગાર્ગી જૈને આ બંને શિક્ષકો ને અભિનંદન પાઠવી અન્ય શિક્ષકોને પણ પ્રેરણા મળે તે માટે શુભકામના પાઠવી હતી.