બોટાદ જિલ્લાના નવનિયુક્ત સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ શ્રી ચિંતનભાઈ તેરૈયાએ આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા. તેમણે દાદાની પૂજા-અર્ચના કરી ધજા ચઢાવી હતી અને હનુમાનજી દાદાને શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.શ્રી ચિંતન તેરૈયા જિલ્લાના સુચારુ વહીવટ અને જનકલ્યાણનાં કાર્યો સફળતાપૂર્વક પાર પડે તે માટે દાદા સમક્ષ પ્રાર્થના કરી હતી.