નારગોલ કોસ્ટલહાઈવે પુલ ઉપરથી પાણીમાં પડતું મૂકનાર યુવાનનો મૃતદેહ ચોથા દિવસે પુલ નજીકની ઝાડીમાંથી મળી આવ્યો હતો. ઉમરગામ પોલીસ અને સ્થાનિક ફાયર બ્રિગેડ વિભાગ પહોંચી જઈ યુવાનનો મૃતદેહને બહાર કાઢી પી.એમ. પ્રક્રિયા કરી મૃતદેહને યુવકના પરિવારજનોને સોંપ્યો હતો.