થરાદ શહેરમાં સતત વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. રોકડિયા હનુમાનજી વિસ્તાર, ભીલ વાસ, કૃષ્ણનગર સોસાયટી અને વાડી વિસ્તાર સહિત વોર્ડ નંબર-4ના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે.ઘરોમાં પાણી ઘૂસી જવાથી પરિવારો અસરગ્રસ્ત થયા છે. નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કૃષ્ણનગર સોસાયટીના રહીશોએ છેલ્લા ત્રણ દિવસથી ઘરો ખાલી કરીને ઊંચા વિસ્તારોમાં આશરો લીધો છે.