થરાદ શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને મુખ્ય બજાર વિસ્તાર, બળિયા હનુમાન ચોક અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે.શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાવાથી સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાની આ સમસ્યાને કારણે લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે.