ભિલોડા તાલુકામાં ગત રાત્રીના પડેલા વરસાદ બાદ સુનસર ગામે આવેલો 200 ફૂટ ઊંચાઈનો સુનસર ધોધ વધુ એક વખત જીવંત થઈ ગયો છે.ધરતીમાતા મંદિર નજીકથી વહેતો આ ધોધ કુદરતના ખોળામાં સોળે કળાએ ખીલી ઊઠ્યો છે.ઉત્તર ગુજરાતના "મિની કાશ્મીર" તરીકે ઓળખાતા આ સુનસર ધોધનું સૌંદર્ય જોવા માટે દુરદુરથી સહેલાણીઓ ઉમટી પડતાં જોવા મળ્યા છે. ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્ય માણવા માટે આ સ્થળ લોકોનું મનપસંદ ડેસ્ટિનેશન બની ગયું છે.