આજરોજ વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે આદિપુરના મૈત્રી ગાર્ડનમાં વડીલો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની અધ્યક્ષતામાં આદિપુર પોલીસ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વડીલોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા. એસપી સાગર બાગમારે સાયબર ફ્રોડથી બચવા જરૂરી સૂચનો આપ્યા તથા જો ફ્રોડ થાય તો તરત જ 1930 હેલ્પલાઈન પર ઓનલાઇન ફરિયાદ કરવાની સમજ આપી. સાથે જ સિટીઝન પોર્ટલ પર નોંધણી કરવા પ્રોત્સાહન આપ્યું.