રાજકોટ: કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આ પ્રતિબંધ લાગુ થયા બાદ રાજકોટમાં ઓનલાઈન ગેમિંગનો પ્રથમ ગુનો નોંધવામાં આવ્યો છે.ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરીને ઓનલાઈન એપ્લિકેશન દ્વારા વર્લીના આંકડાનો જુગાર રમતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે સુમેર કુરેશી, અનીશ કુરેશી અને મહમદ કુરેશી નામના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ₹25,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.