ચીખલી તાલુકાના રૂમલા તથા ખુંધ ગામે ગણપતિ ઉત્સવ નિમિત્તે ધારાસભ્ય નરેશ પટેલ ઉપસ્થિત રહી ગામજનો સાથે મળીને ગણપતિ બાપ્પાના દર્શન કર્યા, પૂજા અર્ચના કરી તથા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે તેવી પ્રાર્થના કરી. ગામજનોમાં જોવા મળેલ ઉત્સાહ, ભક્તિભાવ અને એકતાની ભાવના પ્રશંસનીય રહી. આવા ઉત્સવો સમાજને જોડે છે અને સૌને એકતા, સંસ્કાર તથા સદભાવના તરફ પ્રેરિત કરે છે.