જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. ત્યારે લાંબા સમય બાદ આજે ધ્રોલ તાલુકામાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી: ખાસ કરીને જાયવા, સોયલ, ખારવા, વાંકિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. વરસાદી માહોલ છવાતા ધ્રોલ સહિતના ગામડાંઓમાં આનંદનો માહોલ છવાયો છે.