છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર વિધાનસભાના કવાંટ તાલુકાના મોગરા(લીમડાબારી) રોડ - ૨.૪૦૦ કિ.મી નો માર્ગ જે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ૨૨૮.૬૦ લાખના ખર્ચે મંજુર થયો છે. જેનું આજે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરાયું હતું. વિસ્તારના લોકો અને આગેવાનોની રજૂઆતના પગલે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની રજૂઆત પગલે રાજ્ય સરકારે આ રોડની મંજૂરી આપી છે. આજે રોડની કામગીરીનું ભૂમિપૂજન કરાયું હતું.