ગાંધીધામ શહેરને નવા મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા મનીષ ગુરવાણીને ગાંધીધામના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેની આજરોજ જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધી આ પદનો વધારાનો કાર્યભાર સંભાળી રહેલા મેહુલ દેસાઈ હવે આ જવાબદારીમાંથી મુક્ત થશે.નવા કમિશનર તરીકે મનીષ ગુરવાણી પાસે શહેરના વિકાસ અને વહીવટની જવાબદારી રહેશે.