ગઢડા શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આવનાર તારીખ 4 સપ્ટેમ્બરનાં રોજ પૂજ્ય અપૂર્વ સ્વામીનું વક્તવ્ય યોજાનાર છે. આ અંગે મંદિરના કોઠારી પૂજ્ય આધ્યાત્મસ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતું કે ગઢડામાં છેલ્લા કેટલાક સમયથી ઉત્સાહી યુવાનો, પ્રોફેસરો તથા નાગરિકો દ્વારા વિવિધ સામાજિક અને પ્રેરણાત્મક કાર્યક્રમો યોજાતા રહ્યા છે. સ્વચ્છતા અભિયાનથી લઈને મોટીવેશનલ સ્પીકરોના કાર્યક્રમો સુધીના આયોજન દ્વારા શહેરમાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું છે.