ગુજરાતના નાગરિકોને ઇમરજન્સી વિવિધ સુવિધાઓ એક જ નંબર પર મળી રહે તે હેતુથી ૧૧૨ જનરક્ષક પ્રોજેકટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પ્રોજેકટ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને ઇમરજન્સીના ગોલ્ડન અવરમાં વિવિધ સુવિધા મળી રહે તે માટે જિલ્લા પોલીસ દળને ૯ નવી ૧૧૨ જનરક્ષક ફાળવવામાં આવી છે.