ગુરૂવારના 8 કલાકે મુલાકાત લીધેલ કાર્યક્રમની વિગત મુજબ વલસાડના અબ્રામા ખાતે આવેલ ઓધવરાવ રેસીડેન્સી ખાતે સ્થાપિત કરવામાં આવેલા શ્રીજીની પ્રતિમાના દર્શન કરવા માટે વલસાડ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી ડી પરમાર સાહેબ પરિવાર સાથે પહોંચ્યા હતા.અને બાપાની આરતી પૂજન કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ત્યાં ઉપસ્થિત તમામ ભક્તોને સાયબર ક્રાઇમ તેમજ વિવિધ ગુનાઓ બાબતે અને પોલીસની મદદ કઈ રીતે લેવી તે સહિતના મુદ્દે વિગતવાર માર્ગદર્શન પણ પૂરું પાડ્યું.