હારીજ તાલુકાના જમણપુર ગામમાં એક ખેડૂતના ખેતરમાંથી એરંડાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. ખેડૂત ભરતભાઈ રાવળના ખેતરની ઓરડીમાંથી રૂ. ૧,૪૦,૪૦૦ની કિંમતની એરંડાની ૨૭ બોરીઓ ચોરાઈ ગઈ છે.ભરતભાઈ રાવળે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, આ ચોરી ૭ સપ્ટેમ્બર સાંજે ૬ વાગ્યાથી ૮ સપ્ટેમ્બર સવારે ૯:૩૦ વાગ્યા દરમિયાન થઈ હતી.૪૯ વર્ષીય ભરતભાઈ રાવળ ખેતીનો વ્યવસાય કરે છે. અજાણ્યા ચોર ઈસમોએ તેમના ખેતરમાં આવેલી ઓરડીને નિશાન બનાવી હતી.