પાટણ શહેરમાં ગઈકાલ મોડી રાત્રે પાટણ ધારાસભ્યના જન્મદિવસના ઉજવણીના હોર્ડિંગ્સ ઉતારવા મામલે થયેલ ઘર્ષણને લઈ આજે 29 ઓગસ્ટ શુક્રવારના રોજ સાંજે 5:00 વાગે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.10 થી વધારે કોંગ્રેસના આગેવાનો હાજર રહી આ કાર્યક્રમ યોજ્યો હતો