ચોરડી પાસે ઓવરબ્રિજ બનાવવાના મુદ્દે ગ્રામજનોની મહત્વની બેઠક,આંદોલનની ચીમકી ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર આવેલા ચોરડી પાસે ઓવરબ્રિજ બનાવવાની માંગ તંત્ર પાસે રજૂઆત કરવા છતાં નિરસતા દાખવાતી હોય આખરે ચોરડી નાં ગ્રામજનો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવી તા.10 નાં રસ્તારોકો આંદોલન સાથે ચક્કાજામનું એલાન કરાતાં આજે ગ્રામ પંચાયત સંચાલિત એચ.ડી.ગારડી હાઈસ્કૂલના ચાલુ શિક્ષણકાર્ય દરમિયાન મોટીસંખ્યામાં ગ્રામજનો ઉમટી પડતાં તંત્ર તેમજ પોલીસ હરકતમાં આવી ચોરડી ગામે દો