બોટાદ જિલ્લાના રાણપુરમાં કાયદો અને વ્યવસ્થાને લઈ પોલીસ સ્ટેશનના પી.આઇ.એસ.એ.પટેલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા રાણપુર શહેરમા ગીબ રોડ, મેઈન બજાર,મોટાપીરનો ચોક,માલધારી ચોક, બસ સ્ટેશન ચાર રસ્તા સહિતના જાહેર બજારોમાં મુખ્ય માર્ગો ઉપર પોલીસ દ્વારા નાઈટ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ બેસે તેને લઈને રાણપુર પોલીસ દ્વારા આ ફુટ પેટ્રોલિંગનુ આયોજન કરવામા આવ્યુ