ગાંધીનગર મહાનગરપાલિકાએ પેથાપુર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. મનપાની ઉત્તર ઝોન એસ્ટેટ શાખાએ જી.ઈ.બી.ની પાછળ નદી કાંઠાની જમીન પર દબાણ કરનારા 115 લોકોને આખરી નોટિસ ફટકારી છે. દબાણકર્તાઓને મનપાએ નોટિસ ફટકારી હતી આ અંગે વિગતો આપતા મનપાએ જણાવ્યું કે, દબાણકર્તાઓને અગાઉ 22 ઓગસ્ટ 2025ના રોજ પણ નોટિસ આપવામાં આવી હતી. જેમાં તેમને પોતાના બાંધકામના કાયદેસરતાના પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું.