બોટાદ જીલ્લાના ગઢડા શહેરમાં રહેતા અને સતત 32 વર્ષ સુધી ચિત્ર શિક્ષક તરીકે ફરજ બજાવી અનેક લોકોના પ્રેરક માર્ગદર્શક ગુરૂ બનનાર અને આજે પણ 86 વર્ષની ઉંમરે પોતાના ચિત્ર કાર્યના લગાવ થકી કાર્યરત દયાળજીભાઈ પટેલ રચિત અનેક ચિત્ર કલાકૃતિઓ થકી અડતાળા રોડ, વિશ્વાસ ગૃપ સોસાયટીમાં પોતાના ઘરનેજ કલા મંદિર બનાવી ઘરમાંજ ઉત્કૃષ્ટ "ચિત્રમ્ કલા ભૂવન" આર્ટ ગેલેરી દબદબાભેર ખુલ્લી મુકવામાં આવી હતી.