છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલાગામડી ચોકડી ઉપર ધોધમાર વરસાદના કારણે પાણી ભરાયા હતા.વાહન ચાલકો હેરાન પરેશાન થયાં હતા. સ્ટેટ આર એન્ડ બી વિભાગ દર વર્ષે પાણી ભરાઈ છે. ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ઉભી કરાતી નથી. ત્રણ વર્ષથી ગોલાગામડી ચોકડી ઉપર વરસાદી પાણી ભરાઈ છે. વડોદરા છોટાઉદેપુરને જોડતો મુખ્ય હાઇવે પણ છે. ત્યારે આ રસ્તા ઉપર પાણી ભરાઈ ત્યારે વાહન વ્યવહારને અસર થાય છે.