આજે તારીખ 02/09/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાકે મળતી માહિતી મુજબ સંજેલી તાલુકાના પ્રતાપપુરા થી પીછોડા ગામે જતા રસ્તા પર ગાબડું પડ્યુ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે રસ્તો ધોવાણ થતાં ગાબડું પડયું. હાલ તંત્ર દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો અને તંત્ર વહેલી તકે સમારકામ કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.