ઉલ્લેખનીય છે કે તિલકવાડા ખાતે પ્રાથમિક શાળા આવેલી છે આ શાળામાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતી કરતા હોય છે આ શાળામાં ઘણીવાર બાળમેળો વન ભોજન તથા વિવિધ સરકારી શાખાઓની મુલાકાત માટે આયોજન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપ આજે તિલકવાડા સરકારી હોસ્પિટલની વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન હોસ્પિટલના ડોક્ટર આર જે રંજને બાળકોને હોસ્પિટલમાં થતી કામગીરી વિશે માહિતી આપી હતી.