વડોદરામાં જામ્બુવા નદીનું પાણી બ્રિજ પર ફરી વળતાં કારચાલક ફસાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.કારચાલકે કાર કાઢવાનો પ્રયાસ કરતાં તે ફસાયો હતો.ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.ફાયર બ્રિગેડના જવાનોએ કારચાલકનું દિલધડક રેસ્ક્યુ કર્યું કર્યું હતું.બ્રિજ પર પાણી આવ્યું હોવા છતાં તંત્રએ કોઈ બેરીકેટિંગ ના કરતાં કારચાલકે કાર પાણીમાં દોડાવી હતી.