મહુવા તાલુકાનું મુખ્ય મથક એટલે મહુવા અને તાલુકામાં કાયદા અને વ્યવસ્થા ની જવાબદારી એટલે પોલીસ મથક મહુવા પોલીસે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષ ઉલ્લાસ અને ભક્તિ ભાવ સાથે ગણપતિ બાપાની સ્થાપના કરી હતી મહુવા પોલીસ મથકે પૂજા પાઠ સાથે સમગ્ર મહુવા પોલિસ મથક ભક્તિમય વાતાવરણ માં પરિવર્તિત થઈ ગયું હતું આજરોજ મહુવા પોલિસ મથકે થી ગણેશજી ની પ્રતિમા ને વાજતે ગાજતે વિસર્જિત કરાયા હતા ત્યારે હંમેશા જેમને આપણે કડક વલણ અપનાવતા જોયા છે જેઓ પણ ભાવુક બન્યા હતા.