મોરબી તાલુકાના મકનસર તથા બંધુનગર ગામ પાસે આવેલ 8A નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાવાની ગંભીર સમસ્યાને લઈ મોરબી ખાતે જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરી તથા નેશનલ હાઇવે ઓથોરિટી સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની આગેવાનીમાં ગામના આગેવાનો તથા સરપંચોએ હાજરી આપી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની રજૂઆત કરી હતી.