બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. કૃષ્ણનગર સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થતાં સ્વિમિંગ પૂલ જેવી સ્થિતિ સર્જાઈ છે. સોસાયટીમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન વ્યવહાર અને રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓની હેરફેર માટે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.