નવસારી સુરત રોડ પર તોતિંગ વૃક્ષ ધરાશાઈ થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. જેના કારણે શહેરમાં પ્રવેશતા વાહનચાલકોને લાંબો ચકરાવો લેવો પડ્યો હતો અને અપડાઉન કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારથી બપોર સુધી પડેલા ધીમીધારે વરસાદ બાદ વૃક્ષ રાજ્ય ધોરી માર્ગ પર પટકાતા મોટી મુશ્કેલી ઉભી થઈ હતી. ઘણી બધી જગ્યાએ વાહનો અટવાઈ ગયા હતા અને કેટલાક વાહનચાલકો જોખમી રીતે વૃક્ષની નીચેથી પસાર થઈ રહ્યા હતા.